Friday, April 23, 2010

નામ ભુસાતા નથી - A gujarati Poem

હૃદયના ખ્વાબ ઍક જીવન મા સમાતા નથી,
હાથ ધોવાથી હમેશા કાઇ નામ ભુસાતા નથી

લાખ કરી લે કોશિશ, તૂ મન ભરવા ની અહી,
તળ વગર ના વાસણ છે, કદી ભરાતા નથી,

રખડી આખો દાડો ઘણા સૂરજ નામાવ્યા અમે,
પણ અમાસી ચાંદનીથી અંધારા જાતા નથી

કેટલા જીવી ગયા, કઈ સાથ લઈ જાતા નથી,
કફન મા લપેટાઈ , કોઈ શબ રેહતા રાતા નથી.

No comments:

AddMe - Search Engine Optimization