(Tried posting everything I missed posting from my Infosys internal blogs from last year)
વાતો પ્રેમ ની ઍવિજ રહે છે, સદી કોઈ પણ રહે,
દાનત રહે સાર વચન નો, પછી જે કોઈ પ્રણ રહે,
બે હૃદય ના વચ્ચે સંબંધો ને નામ ની નથી જરૂર,
ઍક સ્પર્શ રહે પ્રેમાળ, હુંફાડી ઍક કોઈ ક્ષણ રહે,
પ્રીત ના પતંગ મા, કાંના ની ગાંઠ ધીમે બાંધજો,
થોડી હવા થી ડગમગતી રહે, થોડા કોઈ કામણ રહે
ભોમિયાઓ માટે પણ, વિચિત્ર છે ભૂગોળ પ્રેમ નો,
આગ નો દરિયો કહે કોઈ, કોઈ વિરાન છે રણ કહે
મીરા-રાધા ભાગલા કરતાનથી,કૃષ્ણ અર્થ પ્રેમ નો,
પૂજા મામારો રહે, અને રાસલીલામાતારો પણ રહે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment