તારી વાત મા કેટલા ખુદા યાદ આવ્યા મને,
તૂ ઍક કાફિર ની શ્રદ્ધા નુ કારણ બની ગયી
કોને કહુ ક ક્યા ક્યા તારો અણસાર જડ્યો મને,
મૃગજળ ના નશા મા ક્યારેક તૂ રણ બની ગયી
ઉંમર ઉમેરી ગુણી ભાગ્ય ના સરવાળા થી થયો,
બાદબાકી બાદ બાકી જીવન નુ તારણ બની ગયી
ક્યારેક પીઢ પ્રૌઢ, તો ક્યારેક તૂ માસૂમ તરવરાટ,
ક્યારેક બની તૂ શિકારી, ક્યારેક તૂ મારણ બની ગયી
આખરે બીડતી આંખોને બસ તારી ક્મી નો મલાલ હતો,
જીવન ની બધી સફળતા, ત્યારે સાધારણ બની ગયી
No comments:
Post a Comment