ઍક આયખુ જીવતી રહી, ઍક પલ મા વીખરાઇ ગઈ,
વાહ રી ઝિંદગી
લાગતી'તી સમંદર જેવી તોયે બે બૂન્દમા ભરાઈ ગઈ,
વાહ રી ઝિંદગી
મળ્યા'તા જે દોસ્ત જીવન ના, બની યાદ છે ખોવાઈ ગયા,
છે હમસફર ને છે સફર, ખોબા મા થી મંઝિલોં વેરાઇ ગઈ,
વાહ રી ઝિંદગી
કાઇ પર્વતો કર્યા છે સર, કૂચ ની ઍકલી આગેવાની કરી,
ઍક કદમ પ્રેમાળ ઍ, વધારતા તૂ આટલી ગભરાઇ ગઈ,
વાહ રી ઝિંદગી
તૂ બની છે ભોમિયો, રસ્તા ની આંટીઘુંટી ની જાણકાર તૂ,
મૂઝ થી મૂઝ ના રસ્તા મા ક્યાંક તૂ ઍકલી ખોવાઈ ગઈ,
વાહ રી ઝિંદગી
ઍક આયખુ જીવતી રહી, ઍક પલ મા વીખરાઇ ગઈ,
વાહ રી ઝિંદગી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment