Tuesday, July 28, 2009

One Gujarati Poem - Jeevan to vistar "Tu"

પ્રેમ તૂ, ને છે પારાવાર તૂ,
મુજ મા મુજ થી સાકાર તૂ,
વિસ્તાર જીવન નો બસ 'તૂ',
મારા બ્રહ્માંડ નો આકાર તૂ;

રમી જગત થી ભાગતો રહુ,
ઘર મા વસતો છે કરાર તૂ,
તૂ સંત-વાણી ને સંસાર તૂ,
તૂ ભોમયો ને ભૂલ્યો દ્વાર તૂ;

તારા કને સહુ માંગતા રહ્યા,
સહુનો લેતો નથી આભાર તૂ,
ક્યારેક દરિયા ની અંધાધુંધી,
તરસ્યા નળ મા જળધાર તૂ;

પૂજસ્થાન પર પૂજતા રહ્યા,
ગીતા નો ક્યારેક કથા-સાર તૂ
મંદિરો ની પ્રસાદી મા ક્યા હતો,
ભૂખ્યા લોકો નો હતો આહાર તૂ;

No comments:

AddMe - Search Engine Optimization