જરા નીરખી લે શમણાં ના વિરામો, વેવલો થા માં,
કદી ઝુલ્ફો નહીં આપે વિસામો, વેવલો થા માં,
છો ઉપમા ચાંદ ની આપું, કહું ચંચલ છે ઝરણાં સમ,
કહે ઍ પ્રેમ ની વાતે, નકામો વેવલો થા માં,
જો પૂછું કોણ પાગલ પૂછતો 'રે છે, "તો ક્યા હોતા"
કહે જૂના છે ગાલિબ ના કલામો, વેવલો થા માં,
કતલ કરવાં, ધરમ ના નામ પ્રેમી ને બધા રસ્તે,
ઉભા છે પાદરી, પંડિત, ઇમામો, વેવલો થા માં
અહીં સૌ ઘર ને છોડે છે, કમાણી ની કહાણી માં,
કરીને યાદ તૂ કાચી બદામો, વેવલો થા માં
ફરે મા-બાપ જ્યારે વિશ્વ, જીવન આ સફળ થાશે,
જો ફાટેલું આ ગંજી ને પજામો, વેવલો થા માં
નથી યુધ્ધો કોઈ જીતા, દયા થી અશ્વ હાંકી ને,
હવે હંકાર ખેંચી ને લગામો, વેવલો થા માં
વતન આઝાદ થઈ જાશે, જરા પડકાર દુશ્મન ને,
ઘણી નબળી તે મારી છે સલામો, વેવલો થા માં.
મને તો ઍલ્પ્સ ની કુણી બરફ પર ટ્રેક કરવી છે,
કરી લે ઍક વારી ચારધામો, વેવલો થા માં
નથી ગમતા, સજળ પોહા કહે જો કૃષ્ણ કલયુગ ના,
કહી શકશે ફક્ત ઍને સુદામો, વેવલો થા માં
શરમ શાને કરે 'શાહ' સૌ અહીં મસ્તક ઝુકાવે છે,
ચરણ માં બુત્ત ના રાજા-નિઝામો, વેવલો થા માં
No comments:
Post a Comment