Every culture has a literary hero that comes once in an age. We may term Munshi Premchand to be one for Hindi, Shakespeare to be one for English. Zaverchand Meghani in my view is one such literary hero for Gujarat. His works, his life time has had no parallel in Gujarati literature (he was hence coferred the title of "National Poet" by Bapu). And there is one poetry that he wrote in his life time that is close to my heart since my child hood. Its called "Kasumbi no Rang".
Kasumbo - has multiple meanings. Though primarily its a flower that gives the saffron color. "Kasumbi no Rang" - The color of Kasumbi is hence Saffron. A hindi parallel for it would be "Basanti". So like Basanti throughout Gujarati literature Kasumbi color is used to depict patriotism. Saffron is also used as a color of religious fervor.
So "Kasumbi no Rang" happens to be the only Gujarati patriotic Song from the preindependence era, that has touched hearts and lifes of many Gujaratis. And Zaverchand Meghani who wrote the same and was flagbearer of Gujarati literature all his life was a person who dreamt of a better India like all his contemporaries. There is a lot we have done to realize that dream and there is a lot that we have messed up. Here is a tribute to the Great Poem Kasumbi no Rang from my side. I am not sure if I will be able to translate this.
Here is my Tribute to the Great Poem :
કસુંબી નો રંગ
ભાઈ અમે બોળ્યો કસુંબી નો રંગ,
મેઘાણી અમે બોળ્યો કસુંબી નો રંગ,
શહીદો ની અગન થી ને લીલા બલિદાનો થી, તે જે ચોળ્યો કસુંબીનો રંગ,
ભીતર ની ભૂખ ને, બે પલ ના સુખ કાજ, બિસ્મિલ અમે હોળ્યો કસુંબી નો રંગ,
..... મેઘાણી અમે...
ગિરનારી મનસા લઈ ભીષણ રાત્રીઑ મા થી તે જે કાઢ્યો કસુંબી નો રંગ,
હુલ્લડ તોફાનો ને, રક્ત ભરી તલવારો પર અમે ઍ રોળ્યો કસુંબી નો રંગ,
... મેઘાણી અમે...
બૅની ના હાલારડા ઑ ને, માતા ના ધાવણ મા તે જે ભાળ્યો કસુંબી નો રંગ,
નરોડા ના ચોગે છુપાઈ કસૂંબા ના છોગે નિર્વસ્ત્ર અમે બાળ્યો કસુંબી નો રંગ,
... મેઘાણી અમે...
લીન ભક્તો ના તંબૂરે ને રંગીન કવિઓ ના સુરે, જે તે સાંભળ્યો કસુંબી નો રંગ,
પશ્ચિમ ની તાલે, ભરેલા મદિરા ના પ્યાલે, બેફીકર અમે ઘોળ્યો કસુંબી નો રંગ.
.. મેઘાણી અમે...
સોરઠ ના પાણી, કુરબાની ઑ ની રવિન્દ્ર વાણી મા તે જે માણ્યો કસુંબી નો રંગ,
સંતો ના ભૂખ્યાફારસે ને, નેતાઑ ના શિયાળી ભાષણે મચ્કોળ્યો કસુંબી નો રંગ,
... મેઘાણી અમે....
નવા જવેર નવા સરદાર ને નવા મોહન ની વાટે છે હવે સળવળ્યો કસુંબી નો રંગ,
નવલી ધરતી, નવા ઉદાહરણ કાજ મુક્તિ ના દ્વારે અરજે છે વળ્ગયો કસુંબી નો રંગ,
.... મેઘાણી અમે ....
ભાઈ અમે બોળ્યો કસુંબી નો રંગ,
મેઘાણી અમે બોળ્યો કસુંબી નો રંગ,
There are a few things that I need to make a footnote of here for all who can read this poem. "Sorath Tara Vehta Paani" is one of the best thing to happen to Gujarati prose. Zaverchand Meghani had started writing with a translation of Ravindranath Tagore's works in 1922 in the book - "Kurbaani-ni-Kathao" (Stories of Martyrdom).
The Original Poem by Zaverchand Meghani which is to Guajrati what Bismil's "Rang de basanti chola" is to Hindi goes as :
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…
પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
No comments:
Post a Comment