Thursday, December 13, 2007

Need to search for it .... A gujarati poetry

Painting by :Ratnadeep Adivrekar
શોધવા પડે છે

કહેવુ કહેવુ, કોને કહુ, સાંભડનારા કાન શોધવા પડે છે,
દુખ નુ નથી હોતુ પ્રમાણ, આંસૂઓ ના નિશાન શોધવા પડે છે;

પેહલા વસી લેતા હતા, કોઈ ના પણ હૃદય મા બની સ્પંદન અમે,
શુ કહુ, હવે રેહવા માટે મકાન શોધવા પડે છે;

ડાળી બની આ વૃક્ષ ની, શ્રાવણ, વસંત , પાનખર જોયા અમે,
હવે ઍ હાલ આ ડાળી પર લીલા પાન શોધવા પડે છે;

પ્રેમ ના સંદેશ પ્રસરાવવા, લાગણીઓ ની આંટીઘુતી મા અટવાયા અમે,
ખબર નહોતી અહી જીવવા ફૂલ નહી તીર કમાન શોધવા પડે છે;

ઍક પલ ની આ મૌત માટે આખુયે આયખુ જીવી નાખ્યુ અમે,
હવે મૌત પછી બળવા માટે સ્મશાન શોધવા પડે છે.



Translation : Need to search for it...


oh! how I want to say this, but to whom, need to search for ears who will listen,
There is no measurement for sorrow, need to search for traces of tears.

In those days, I stayed with my friends' heart like their heartbeats,
But now what should I say, I need to search for a little place in some house.

Have seen the spring, winter and fall, being a leaf of this tree,
But now you need to search for a single green leaf on this tree.
To spread the message of love, I got stuck in the maze of sentiments,
Didn't know to fight here, you need to search for weapons, not the flowers.

To live this moment of death, I lived my whole life,
But Now, after my death I need to search for a crematory.

No comments:

AddMe - Search Engine Optimization