Thursday, April 21, 2011

ફિલસુફ રમૂજ થી થઈ ગયો

ક્ષણ-ભંગૂર પ્રેમ મારો,જો અમર તુજ થી થઈ ગયો,
વ્યંગ જોઈ હરવાત મા,ફિલસુફ રમૂજ થી થઈ ગયો,

મંઝિલની મીટ માંડતા,હતા સપના સમય ની કૈદ માં,
ઈચ્છા ના ડામથી વધ્યો,ઘાયલ હૂ રુઝ થી થઈ ગયો,

ઘર થી ઍટલા તો દૂર હતા,રસ્તા સફળતા ના અહી,
નાનો વહાલો નીકળ્યો,ને મોટો હૂ મૂઝ થી થઈ ગયો,

અહમ્ના સૂકા દરિયામાં,મહત્તા ગરીબ બનાવે છે,
ઍક બૂન્દમાં સમાઇ,ધનવાન હુ જૂજ થી થઈ ગયો

ક્ષણ-ભંગૂર પ્રેમ મારો,જો અમર તુજ થી થઈ ગયો,
વ્યંગ જોઈ હરવાત મા,ફિલસુફ રમૂજ થી થઈ ગયો.

2 comments:

Anonymous said...

This is freaking unbelievable !! Super Awesome !! What was the idea behind the poetry ??

Jay said...

Friends jyare avi rite vakhan kare to bahu doubtul lage ! :)

Idea behind the poetry was that nothing I am doing in life right now is what I want to do ! :D may be except writing this poetry.

I think this is also outcome of arriving 30s.

AddMe - Search Engine Optimization