Sunday, August 5, 2012

Gazal by Jaykumar Shah

સફળતા સમય ને જુઠા પ્રેમ ના છે,
ઘણા છે મિત્રો પણ બધા નામના છે,

ન સમજાય ઍવી જગત ની કથા છે,
અગન જાનકી ની, ભજન રામ ના છે,

દુનિયા નકામી દુખો માં બળે છે,
સુખો તો બધા તોય પરધામ ના છે,

ન સ્વતંત્ર માણસ, ન આઝાદ ઈચ્છા,
જો યુધ્ધે ચડેલાં, ધરમ-કામના છે,

હૃદય લાગણી થી સભર રાખવાને,
આ મારા બધા તો દુખો ગામ ના છે,

મફત માં મળી જાય મૌલિક વિચારો,
નકલ ચોર અહ્યા વધુ દામ ના છે,

બધી ભૂખ ની ઍ પરાકાષટા છે,
ઘરે પેટ ખાલી, પિતા જામ ના છે,

હવે કોઈ સામે ન માથું નામવું,
બધા દેવતા હાડ ના ચામ ના છે,

ખુદા તો કહે ત્યાગ કર કામના ને,
સભા માં મજાની તોયે નામના છે,

બપોરે સળગતા સૂરજ આથમેતો,
અધૂરાં રહે જે સપન શામ ના છે.

1 comment:

Bhushan said...

હવે કોઈ સામે ન માથું નામવું,
બધા દેવતા હાડ ના ચામ ના છે,

nice one.

u r good at thoughts, but there is need to focus a bit on the technicalities. That guru & laghu, u know it!

AddMe - Search Engine Optimization