ઘરે સાગરે સાંભરે છે નઠારો,
ધરે પાતરે જે ચરે છે નઠારો
વખત બે વખત નો ન કાઢો તકાજો,
સમય હાથ માં થી સરે છે નઠારો
સપન ના બની વાદળો વિસ્તરે છે,
અને તારલાં થઇ ઝરે છે નઠારો,
ફરી તાક ભાળી, અગન ઝારવાનો,
ભલે શ્રાવણી માં ઠરે છે નઠારો,
ગલી ના બધાં બાળકો ને ડરાવી,
જો મમ્મી સમક્ષ થરથરે છે નઠારો,
જુદા થઇ તમો થી રુદન હું કરું પણ,
ખુદા લાગણી થી પરે છે નઠારો,
જતો રે કહું છું ઘણી વાર એને,
છતાં કોક ક્ષણ પાંગરે છે નઠારો,
સજા ના ઘટાડો, કસમ ન્યાય ના છે,
રજા ને ભલે કરગરે છે નઠારો,
વળી એ જુએ શ્વાન ભસતાં તો ભાગે,
હવે શ્વાન થી ગજ ડરે છે નઠારો,
બધી કોર હવાથી ફગે ને ઉડે પણ,
ખોટી ગાંઠ લઇ કાંગરે છે નઠારો,
દરિયે પડે તો ના પાછો ફરે એ,
અધીરો છતાં બંદરે છે નઠારો,
અધૂરાં સપન લઇ કપટ થી મારે તો,
નરાધમ બની અવતરે છે નઠારો,
હવે શાહ ને ચુપ કરવો જ પડશે,
જીવન માં બહુ ગાંગરે છે નઠારો
No comments:
Post a Comment