અશ્રુ લખેલ નામ વંચાવ માં,
વાવેતર સપનાં ના વાવ માં,
વાતો ના મહલે રાતો ભરી'તી,
"કાશ" વળે ઍ વાતો પતાવ માં,
અનુભવ બની ભલે સાથે રહેતી,
યાદ બની પણ પાસે આવ માં,
વર્ષો તરસતી ધરતી ને આભે,
છૂટું વાદળ ઍક બતાવ માં,
ચાલશે શ્વાસો મારા વગર પણ,
વાતો આ ખોટી મને ભણાવ માં,
મૌત લગી મેં રાહ જોઈ' તી,
હવે તૂ જુઠ્ઠો પ્રેમ જતાવ માં,
ઈશ્વર ભજું તો મળશે સફળતા,
નવી નિસરણી મને વાતાવ માં,
ડૂબીને ઉપર, હું આવ્યો છૂં,
ડૂબતો સમજી હવે બચાવ માં,
નિર્ધન નિખાલસ જનમ માંગ્યો'તો,
"શાહ" ઘડીને ફરી સતાવ માં.
No comments:
Post a Comment