Sunday, October 21, 2012

સ્વપ્ન વનવાસ માં

મૌત હમણાં નહીં આવતી પાસ માં,
છે અધૂરા ઘણા સ્વપ્ન વનવાસ માં,
પ્રેમભર હાથ થી આપ જો કોળીયો,
તૃપ્ત થઇ જાવ હું, રોટલા- છાસ માં,
લાંચ સૌ આજ પ્રસાદ કહી આપશે,
ભક્ત મળશે નહિ એક, સો દાસ માં,
આભમાં ખૂન છે ડૂબતી સાંજ નું,
સૂર્ય જો શ્વાસ દે આખરી શ્વાસ માં,
આમતો આગવી છે પ્રભા ચાંદ ની,
પણ ચમક કોકની શ્વેત અજવાસ માં,
છે બધા નીર સૌ, આમ તો એક આ,
થેમ્સ સિંધૂ મહીં, કે હો બીયાસ માં,
કૃષ્ણ જેને કહે યુદ્ધ કર ધર્મ નું,
પાર્થ મળ્યો મને તે મોહનદાસ માં,
ભાવ માં ખોખલા, મદરસા, ગોખલા,
દેવ છે તોતડા શબ્દ પ્રયાસ માં,
છે ગણતરી ઘણી પુણ્ય ને પાપ ની,
શેષ કઈ ના મળે પણ તે અભ્યાસ માં,
અંધકાર ને સવાર, નવવધુ સી મળે,
પલ બે લાલાશ માં ને બે કંકાસ માં,
ફિલ્મ ના સ્ટેપ તું સીખવા કોક દી,
શ્યામ ને લઇ જજે, દાંડિયા રાસ માં,
રાડ પાળે ભલે આન્તડી ભૂખ થી,
લોરી ગા રાજવી ભોગ ની આસ માં,
સ્વર્ગ જેવું જગત કેમ ભડકી બળ્યું,
ફક્ત તણખો પડ્યો, ભૂલ થી ઘાસ માં,
'શાહ' ઈશ્વર થકી છે, કે છે ઈશ શાહ થી,
આમતો બંને સામ-સામે પ્રવાસ માં.

No comments:

AddMe - Search Engine Optimization