પડી દરિયે મને તોફાન કે ક્યા માર નો ભય છે,
મને છે કાટ નો ભય ને વડગતા ક્ષાર નો ભય છે
નથી મન વ્યંગ થી ડરતું, નથી તડપાવતા મેણા,
કરો જે કૉક ના માટે, ઍવા શૃંગાર નો ભય છે,
રહુ હું મુક્ત રાખો જેલ કે મુજ ને શલાખોં માં,
મને ખુદ ના બનાવેલા દરો-દીવાર નો ભય છે,
ખરીને પાનખર માં નગ્ન ગુલઝારો થયા છે જો,
હવે માળી ને વિફરેલા બધાં ઍ ખાર નો ભય છે,
અધૂરાં સ્વપ્ન કે ઈચ્છા, મને કનડે નહીં લેશે,
થઈ પૂરી અહીં જે ઍજ બસ બે-ચાર નો ભય છે,
કહે સૌ રોજ કાફિર ને, ખુદાવસ્યો છે કણ કણ માં,
હવે ખુદ થી ડરે છે ઍ, બધે દિદાર નો ભય છે,
પડું છો ને હજારોં વાર હું ઉંચા પહાડો થી,
કરે આધીન જે મુજ ને ઍવા આધાર નો ભય છે,
અમે ઠંડી જુદાઈ માંબનીને તાપણાં ઠર્યા,
બળે તુજ પુષ્પ ની આશાથી ઍ અંગાર નો ભય છે,
હવે ગઝલો ને છોડો 'શાહ', હવે પાછું જવાનું છે,
જમાના ને નહી મળશે કદી અણસાર નો ભય છે?