શાયર તરીકે મારી ક્યારેય ના પેહચાન થઈ,
દુખ પડ્યુ નહી, ના સુરા ની ઓડખાણ થઈ,
જો ડોકિયા કરે છૅ, મારા સુખ ની પાછળ થી,
લાગણી બીજાની, આ શબ્દો ની મેહમાન થઈ,
શુ આપુ પુરાવા, વ્યથિત છુ તારી કથાઓ થી,
અશ્રુ-ભિના આ કાગળો ઉભા છે પ્રમાણ થઈ,
સુવિધા ની ગેહરી ઉંઘ ને પણ વીંધી ગયા છે
ઍ રિબાતા લોકો ના ખ્વાબ તીર-કમાન થઈ,
સુવડાવ નહી તૂ આમ, માઁ ની લૉરી બની મને,
જગાડ મૂઝ ને તૂ, હવે જગત ની રમખાણ થઈ,
શાયર તરીકે મારી ક્યારેય ના પેહચાન થઈ,
દુખ પડ્યુ નહી, ના સુરા ની ઓડખાણ થઈ
Saturday, December 25, 2010
Subscribe to:
Posts (Atom)