આમ તો આ વસંત ને મારી જાણ કદી નહોતી,
તારી ઓડખાણે હવે હૂ ફાવી ગયો છુ,
કથિત કેટલી રહી અહી મારી નિષ્ફળ કથાઓ,
સફળ અંત દુખદાયી ભૂલાવી ગયો છુ,
પછી કોઈ હાસ્ય ના બાકી પડઘા નથી રેહતા,
યાદો મા માટે તને રડાવી ગયો છુ,
જીવન છે જીવવુ, નથી જીવતા રેહવુ,
વખત ના હિસાબો ચૂકાવી ગયો છુ,
સદા ભાગદૌડી રહી અહીં જીવન સફર મા,
સપના ના ઈંધણ સળગાવી ગયો છુ,
તારી આંખ ના ટપકતા ઍક અશ્રુ મા ડૂબ્યો,
નહી તો ઘણા સાગર ગટગટાવી ગયો છુ,
બસ ઍક ઓડખાણ રહી કે હૂ"તારો" રહ્યો છુ,
મરી ઉપર ગયો, ખરી પાછો આવી ગયો છુ